શ્રાવણના પ્રથમ સોમવારે કુંભેશ્વર મહાદેવના શરણે પહોંચ્યા રાજસ્થાનથી ભક્તો - ABJ
અંબાજીઃ શ્રાવણ માસ શરૂ થતા જ તમામ શિવાલયો શિવભક્તોથી ગુંજવા લાગે છે. ગુજરાતી લોકોના શ્રાવણ માસને હજુ સમય છે. ત્યારે ગત ગુરુપૂર્ણિમાથી રાજસ્થાની લોકોના શ્રાવણ માસની શરૂઆત થઈ જતા અંબાજી પંથકના શિવાલય ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજવા લાગ્યા છે અને તેમાં પણ આજે સોમવાર હોવાને કારણે અંબાજી નજીકના કુમ્ભારીયામાં કુંભેશ્વર મહાદેવજીના મંદિરે ભક્તોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી.