ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંબાજીના ત્રિસુળીયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત, 10ના મોત - ABJ

By

Published : Jun 7, 2019, 11:41 PM IST

અંબાજીઃ શુક્રવારે મોડી સાંજે ત્રિસુળીયા ઘાટમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 જેટલા લોકોના મોત થયા છે અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડગામ તાલુકાના ભલગામના મુસ્લીમ સિપાહી પરીવાર દર્ગાએ દર્શન કરી અંબાજી ફરવા માટે આવ્યા હતા. ત્યારબાદ માદરે વતન પરત ફરતાં સમયે જીપના ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા 25 જેટલાં મુસાફરો ભરેલી જીપ ત્રિસુળીયા ઘાટમાં પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે કુલ 8 મહીલા અને 1 પુરૂષ મળી કુલ 9ના મોત થયા હતા. જેમાં વધુ એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details