ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 10 હજાર દીવાથી ઝગમગી ઉઠ્યું, જુઓ નયનરમ્ય નજારો - ઈટીવી ભારત

By

Published : Nov 13, 2020, 8:33 PM IST

દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. દીપોત્સવી તહેવારને લઈને ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને છેલ્લા 27 વર્ષથી દીવડાઓથી શણગારવામાં આવે છે. પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલા દીપ કાર્યક્રમને આજે શરૂ કરવામાં આવ્યો હતો. આગામી પાંચ દિવસ સુધી આ દીવડાઓથી મંદિરને શણગારવામાં આવશે. અક્ષરધામમાં વર્ષ 1992માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીપ પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી લઈને સતત 20 વર્ષ સુધી દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર પાંચ દિવસ સુધી 10,000 દીવડાનો ઝગમગાટ મંદિરમાં કરવામાં આવે છે. અક્ષરધામ મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે અને આજે કરેલા આ અદભુત નજારાને લઇ અક્ષરધામ મંદિર નયનરમ્ય લાગતુ હતું.

ABOUT THE AUTHOR

...view details