રાજકોટમાં મેડિકલ કૉલેજની ચર્ચા અંગે દિલ્હી AIIMSની બેઠક, જુઓ વીડિયો - AIIMS હૉસ્પિટલ
રાજકોટ: શહેરમાં આગમી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સનું નિર્માણ થનાર છે. જેને લઈને આજે દિલ્હી એઇમ્સની ટીમ રાજકોટ ખાતે પહોચી હતી. સિવિલ હોસ્પિટલમાં એઈમ્સની ટીમની સુપ્રીટેન્ડેન્ટ મનીષ મહેતા અને મેડીકલ કૉલેજના ડીન સાથે બેઠક યોજાઈ હતી. જેમાં AIIMS હસ્તકની મેડિકલ કૉલેજ બનાવવા અને તેમજ તેના એડમિશન અંગેના મહત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. હાલ એઈમ્સ દ્વારા 50 બેઠકો માટેની એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.