સૂર્યગ્રહણના કારણે અમદાવાદમાં 3 વાગ્યા સુધી મંદિરો રહેશે બંધ - Ahmedabad latest news
અમદાવાદઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળશે. 11 વર્ષમાં એક વખત આવી ઘટના બનતી હોય છે. આજે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ પણ છે, ત્યારે જ્યોતિષ શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં ગ્રહણને અપશુકનિયાળ માનવામાં આવ્યું છે. જેને લઇને કોઇપણ ધાર્મિક કાર્યો, ધાર્મિક અનુષ્ઠાન અને માંગલિક કાર્યોનો આ સમયગાળા દરમિયાન નિષેધ કરવામાં આવ્યો છે. આ ગ્રહણનો વેધ 12 કલાક પહેલાં શરૂ થાય છે. જેથી આ સમયે મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. ગ્રહણ છૂટ્યા બાદ મંદિરોને સ્વચ્છ કરીને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. જેથી અમદાવાદ સહિત ગુજરાતના તમામ મંદિરો ગ્રહણ સમયે બંધ છે. જે મોટાભાગના બપોરે ત્રણ વાગ્યા પછી ખુલશે.