અમદાવાદ રથયાત્રા, રથ મંદિર પરિસરની બહાર નહીં નીકળે - Rath Mandir premises
અમદાવાદ: ગત મોડી રાતે ગુજરાત હાઇકોર્ટે રથયાત્રા નહીં યોજવા આદેશ આપ્યા હતા. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નિમિત્તે રથ મંદિર પરિસરમાં જ રાખવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. મંદિર પ્રશાસન દ્વારા મંદિર બહાર રથ લઈ જઈ પરત લાવવા માટે સરકાર સમક્ષ માગ કરવામાં આવી હતી. ત્યારે મંદિર પ્રશાસન તરફથી રથ મંદિર બહાર લઈ જવા ગૃહપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી. મહંત, ટ્રસ્ટી અને ગૃહપ્રધાન વચ્ચે સમગ્ર મામલે બેઠક યોજાઈ હતી. જોકે હાઇકોર્ટના ચુકાદાનો અનાદર કરી શકાય નહીં માટે રથ મંદિર પરિસરમાં જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Last Updated : Jun 23, 2020, 10:29 AM IST