અમદાવાદમાં અનોખો આર્ટ-શો, કાનન આશરની અદ્દભૂત કલા - statueofunity
અમદાવાદઃ "મેક ઈન ઈન્ડિયા"ના વર્તમાન પ્રવાહમાં અને સ્થાનિક કાર્યના પ્રમોશનમાં કાનન સ્થાનિક કારીગરોના કાર્યોની હિમાયત કરવા માટે તેમની આર્ટનું પ્રદર્શન કરવા માટે અમદાવાદમાં અનોખા આર્ટ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાઉસ ઓફ મેરીગોલ્ડમાં આ પ્રદર્શનમાં પ્રતિભાશાળી કારીગરો દ્વારા મેટલ કટિંગ, સ્ટોન વુડ, ફાઈબર, ગ્લાસ સ્ક્રેપના આર્ટ પીસીસ મૂકવામાં આવ્યાં છે. આર્ટ-શોનું ઉદ્દઘાટન શહેરના મેયર બીજલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે શહેરીજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાનન આશરે જણાવ્યું હતું કે, અમદાવાદ એક હેરિટેજ સિટી છે અને તેના આંતરિક સ્મારકો અને રચનાત્મક કલાત્મક અભિવ્યક્તિઓ માટે માન્ય છે. દરેક કોરિડોર પર નવી અને તાજા અદભૂત શિલ્પકળાઓના સ્થાપનાથી શહેર વધુ સુંદર બનાવવામાં આવે તો, ઘણું જ સુંદર લાગશે. તદ્દઉપરાંત આ આર્ટ-શો આર્ટિસ્ટ્સને ચોક્કસ મુકામ પર લઈ જશે. કાનન આશરના સ્ક્રેપ મેટલમાંથી બનાવેલ કૃતિઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે મૂકવામાં આવી છે.