ઉનાથી 220 કિમી રનિંગ કરી 14 યુવાનો કીર્તિ મંદિર પહોંચ્યા - પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની
પોરબંદર: 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસે ગુજરાતના ઉનાથી 14 જેટલા યુવાનો 'યુવા બચાવો દેશ બચાવો' ના સંદેશા તથા 'બેટી બચાવો બેટી પઢાઓ' અને 'ફિટ ઇન્ડિયા'ના સંદેશા સાથે ઉનાથી 220 કિલોમીટર દોડીને આ યુવાનો કીર્તિ મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં આ યુવાનોનું સાંસદ રમેશભાઈ ધડુક, પ્રભારી પ્રધાન જવાહરભાઈ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની અને જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરીના હસ્તે સુતરની આટીથી સન્માન કરવામાં આવ્યું હતું.