દ્વારકામાં પ્રભુની પધરામણી પછી ઈન્દ્રદેવની પણ પધરામણી, ખેડૂતોમાં ખૂશીનો માહોલ - Happiness in farmers
રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘ મહેર થઈ છે. આજ સવારથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારાકામાં પણ વરસાદે પધરામણ કરી છે. સવારના 6 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે 12 વાગે વિરામ લીધો હતો. જિલ્લાનાં કલ્યાણપૂરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. ખંભાળિયામાં 2 કલાકમાં 2 ઈંસ વરસાદ ખાબક્યો હતો. ભાણવડ તાલુકામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે તાલુકામાં નહીવત વરસાદ રહ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો મહોલ જોવા મળ્યો હતો.