ગોંડલથી કંટોલિયા-બાંદ્રા જતા રોડ પરના બાવળથી વાહનચાલકો પરેશાન - Gondal to Kantolia-Bandra
ગોંડલઃ તાલુકાના બાંદ્રા ગામે રહેતા કલ્પેશ ચનીયારા, સાગર વકાતર, તેમજ રાહુલ ધોણીયાએ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને પત્ર લખી જણાવ્યું કે, ગોંડલથી કંટોલિયા બાંદ્રા જતા રોડ પર બંન્ને સાઇડમાં વ્યાપક પ્રમાણમાં બાવળ ઊગી નીકળ્યા છે, જેના પરિણામે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં જ કંટોલિયા પાસે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે તાત્કાલિક આ રોડ પર ગાંડા બાવળનું દૂર કરવામાં આવે તેવી રજૂઆત પ્રાંત અધિકારી ઉપરાંત માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને પણ કરવામાં આવશે.