કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ મુદ્દે ABVPએ રામધૂન બોલાવી વિરોધ કર્યો - કચ્છના તાજા સમાચાર
કચ્છ: કચ્છ યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઈને ABVPએ ગુરુવારથી લડતની શરૂઆત કરી છે. ગુરુવારે યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ કૉલેજમાં સ્ટાફની ઘટ, કાયમી કુલપતિ, રજિસ્ટ્રારની નિમણૂંક અને પરીક્ષામાં ફેલ છબરડા અંગે સમિતિની રચના સહિત વિવિધ 11 મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવ્યો હતો.