જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં 150 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ, ABVPએ પાઠવ્યું આવેદન - જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી
જામનગરઃ શહેરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની BAMSની પરીક્ષામાં 150 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી ABVPએ સોમવારે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટારને આવેદનપત્ર પાઠવી નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક આપવાની અપીલ કરી છે. આ સાથે જ ABVPએ જે વિદ્યાર્થીઓ સંતુષ્ટ ન હોય, તે વિદ્યાર્થીઓના પેપર કોઈપણ જાતની ફી વગર તપાસ કરી આપવાની માગ કરી હતી.