ગાંધી જન્મભૂમિથી AAP ગુજરાતના ઉપાધ્યક્ષે ‘યુવા જોડો’ અભિયાન શરૂ કર્યું
પોરબંદરઃ 1 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા સહિત AAP ટીમ દ્વારા ‘યુવા જોડો’ અભિયાન અને ‘ઓક્સિજન તપાસ કેન્દ્ર’નો પોરબંદરથી પ્રારંભ કરાયો છે. ત્યારે સવારના રોજ ગોપાલ ઇટાલિયા અને કાર્યકર્તાઓએ ગાંધી જન્મસ્થળ કિર્તિ મંદિર ખાત્તે દર્શન કરી માણેકચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચડાવ્યા હતા. ત્યારબાદ સુદામા મંદિરે સુદામાના દર્શન કર્યા હતા અને બાદમાં કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ યુવાનો જોડાઇ તેવી અપીલ કરી હતી.