દિલ્હીમાં જીત બાદ આમ આદમી પાર્ટી રાજકોટ મનપાની ચુંટણી લડશે - દિલ્હીમાં જીત
રાજકોટઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાજકોટમાં આગામી દિવસોમાં યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની છે. તેમજ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોર દેસાઇ અને ઉપાધ્યક્ષ ભેમાં ચૌધરી સોમવારના રોજ રાજકોટની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્હીમાં ફરી જીત બાદ હવે આમ આદમી પાર્ટી ગુજરાત તેમજ આગામી આવનાર રાજકોટ મનપાની ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારો ઉભા રાખશે. આ સાથે જ પાર્ટી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મિસ કોલના માધ્યમથી તેઓ આપમાં જોડાઈ શકે છે.