જૂનાગઢ જિલ્લાના માણાવદરના અસ્લમ ડેમમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતા મૃત્યુ - યુવાનનું ડૂબી જતા મૃત્યુ
જૂનાગઢઃ જિલ્લાના માણાવદરના અસ્લમ ડેમમાં ગુરૂવારના રોજ તે વિસ્તારનો યુવાન એભલ મનસુખભાઇ સોલંકી (ઉ.30) ડેમમાં નાહવા પડ્યો હતો, તે દરમિયાન ઉંડા પાણીમાં જતા તે ડૂબી ગયો હતો. બાદમાં માણાવદર ડિઝાસ્ટર ટીમના તરવૈયાઓ જાહિદભાઇ ઠેબા, કુલદિપસિંહ જાડેજા, જેન્તીભાઇ પરમાર, નરેશભાઈ રાઠોડ , કમલેશભાઇ સારીખડા, રાજુભાઈ પરમાર વિગેરેએ ગુરૂવારની સાંજે સુધી શોધખોળ કરી હતી. પરંતુ મૃતદેહ મળ્યો નહોતો, જ્યારે શુક્રવારની સવારે રેસ્ક્યુ કરતા મૃતદેહ ડેમમાંથી મળ્યો હતો, જેને પી.એમ. માટે માણાવદર સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, આ મરનાર વ્યક્તિ પરણીત હતો અને મજૂરીકામ કરી જીવન નિર્વાહ ચલાવાતો હતો, તેને બે પુત્રો છે તથા પત્ની હાલ પ્રગ્નેટ છે.