જૂનાગઢઃ માંગરોળના દરસાલી ગામની મહિલા અને યુવાનની વંથલીમાં હત્યા કરાઈ - Darshali village
જૂનાગઢઃ માંગરોળના દરસાલી ગામના મહિલા અને યુવાનની વંથલીમાં હત્યા કરાઈ છે. મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખ્સોએ વંથલી પેટ્રોલ પંપ નજીક બંનેની હત્યા કરી હતી. માંગરોળ તાલુકાના દરસાલી ગામના પ્રેમી યુગલે થોડા મહીના પહેલાં બન્નેના માતા પિતાની મરજી ના હોવા છતાં પ્રેમ લગ્ન કરેલા હોવાની હકીકત સામે આવી છે. જુનાગઢ જતા હતા તે દરમિયાન પાછળથી કોઇએ તેમનો પીછો કરીને ચાલુ બાઇક ઉપર કુહાડીનો ઘા મારીને આ બન્નેની હત્યા કરવામાં આવી હતી. હત્યાની વિગત મળતા જ જૂનાગઢ DSP તેમજ LCB સહીતની પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.