અનોખો દેશપ્રેમઃ દ્વારકાના દરિયામાં યુવાને તિરંગો લહેરાવ્યો, જુઓ વીડિયો - દ્વારકામાં 71 પ્રજાસત્તાક દિવસની ઉજવણી
દ્વારકાઃ દેશભરમાં 71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે દ્વારકાના કિરીટ વેગળ નામના યુવાએ અનોખી રીતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરી છે. સૌ કોઈ ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યાં છે, ત્યાં કિરીટ વેગળે ઈક્યુમેન્ટના મદદથી દ્વારકા નજીક આવેલા સમુદ્રમાં ધ્વજ લહેરાવીને દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.