હૈદરાબાદ દુષ્કર્મ કેસઃ મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા 'દિશા'ને અપાઇ શ્રદ્ધાંજલિ - morbi
મોરબી: હૈદરાબાદમાં ચકચારી દુષ્કર્મ અને હત્યા કેસથી સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે અને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે. ત્યારે મોરબીમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ સહિતના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નહેરુ ગેઇટ ચોક ખાતે કોંગ્રેસ આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, એનએસયુઆઈના સહિતના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.