બહુચર્ચિત નિત્યાનંદ કેસમાં ફરિયાદી જનાર્દનની પ્રતિક્રિયા - નિત્યાનંદ કેસ
અમદાવાદ: શહેરના હાથીજણના હાઈપ્રોફાઈલ નિત્યાનંદ આશ્રમ કેસના ફરિયાદી જનાર્દન શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને ફક્ત એક વખત તેમની દીકરીને મળવા દેવામાં આવે. તે એકવાર તેમની છોકરીને મળવા માગે છે.ફરિયાદી આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, તેમને ડર છે કે, જો તેઓ આશ્રમનો વિરોધમાં કોઈપણ પ્રકારનું નિવેદન કરશે, તો તેમને તથા તેમની દીકરીઓને ભયમાં રહેવાનો વારો આવશે.