રાજકોટના વિવિધ વિસ્તારોમા યોજાયો "શ્રીકૃષ્ણ" જન્મોત્સવ
રાજકોટઃ રાજકોટમાં ઠેર ઠેર સોસાયટીઓમાં શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખાસ લક્ષ્મીનગરના વિસ્તારવાસીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જન્મોત્સવની સાથે મટકી ફોડ પણ યોજાઈ હતી. ભક્તોએ પણ કૃષ્ણના જન્મોત્સવને ગરબા અને ઢોલના તાલે વધાવ્યો હતો. વિસ્તારવાસીઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી શ્રી કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં અંદાજીત 1500 કરતા વધારે ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લે છે.