ખેડામાં સૂર્યગ્રહણનું ખગોળપ્રેમીઓ સહિત બાળકો તેમજ યુવાનોએ ઉત્સાહપૂર્વક ગ્રહણ નિહાળ્યું
ખેડાઃ વર્ષ 2020નું સૌ પ્રથમ સૂર્યગ્રહણ છે. વિશ્વભરના ખગોળપ્રેમીઓમાં આ ગ્રહણ નિહાળવાની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સૂર્યગ્રહણ સવારે 10 કલાકે 20 મિનિટ પર શરૂ થયું હતું. રિંગ ઓફ ફાયરથી જાણીતું કંકણાકૃત સૂર્યગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જોવા મળી રહ્યું હતું. જે સાથે જ ખેડા જિલ્લામાં પણ જોવા મળ્યું હતું. જેમાં સૂર્યનો 70 ટકા જેટલો ભાગ ઢંકાયેલો જોવા મળ્યો હતો. જિલ્લામાં ખગોળપ્રેમીઓ સહિત બાળકો તેમ જ યુવાનોએ ઉત્સાહપૂર્વક ગ્રહણ નિહાળ્યું છે.