વડોદરાના સાવલીમાં બહુથા ખાતે નવનિર્મિત રોડ તૂટી પડતાં આશ્ચર્ય - વડોદરા
વડોદરાઃ સાવલી રોડ પર આવેલા બહુથા ગામ પાસે નવો બનાવેલો રોડ તૂટી ગયો છે. કરોડોના ખર્ચે આ ચાર માર્ગીય રોડનું નિર્માણ કરાયું હતુ. માત્ર આઠ મહિનાના સમયગાળામાં રોડ તૂટી પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. તેમજ મોટાપાયે જાણે ભ્રષ્ટાચાર થયો હોય તેમ જણાઈ રહ્યું છે.