મોરબીમાં બંધારણ દિવસ નિમિતે રેલી યોજાઈ - જીલ્લા પોલીસ
મોરબી: દેશના બંધારણને 70વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભારત સરકાર દ્વારા આજના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તેમજ બંધારણ દિવસની ઉજવણી ૧ વર્ષ સુધી ચાલુ રહેનાર છે જે અનુસંધાને મોરબી જીલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ડીસ્ટ્રીકટ પ્રિન્સીપાલ જજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી, તો રેલીમાં વકીલ મંડળ, જીલ્લા પોલીસ પરિવાર, સ્કુલના બાળકો જોડાયા હતા અને રેલી કોર્ટથી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને મોરબી પાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.