બીગ બીના ફેન જય અમિતાભે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો - Handicapped Amitabh Bachchan's Birthday
પોરબંદરઃ મહાનાયક અમિતાભ બચ્ચનો જન્મદિવસ હોય ત્યારે સમ્રગ દેશમાંથી ફેન્સ કંઈને કઈ બચ્ચને સરપ્રાઈઝ આપતા હોય છે. ત્યારે પોરબંદરમાં રહેતા 45 વર્ષના મનીષ વાઘેલા જે વિકલાંગ છે. તેઓ પોરબંદરની ટોકીઝમાં બચ્ચનની કાલીયા ફિલ્મ જોઈને તેના દીવાના બની ગયા હતા અને ત્યારથી અમીતાબને ભગવાન માની મંદિરમાં ફોટો રાખે છે અને દર વર્ષે અમીતાબના જન્મ દિવસની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ બચ્ચનના જન્મદિવસે કેક કાપીને ઉજવણી કરી હતી.