ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગરમાં ઘઉંની આડમાં સંતાડેલો દારૂનો જંગી જથ્થો ઝડપાયો - સુરેન્દ્રનગરના તાજા સમાચાર

By

Published : Jul 19, 2020, 10:41 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના તરણેરથી સરા રોડ પર રાજકોટ આર.આર.સેલની ટીમે દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે. આ ટીમે ઘઉંના કટ્ટા ભરેલા ટ્રકની આડમાં સંતાડેલી ઇંગ્લિશ દારૂની 8,189 બોટલ ઝડપી પાડી છે. જેની કિંમત રૂપિયા 36,31,500 આંકવામાં આવે છે. આ દારૂ સાથે પોલીસે ટ્રક અને 4 મોબાઇલ મળી કુલ રૂપિયા 45.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે ટ્રક ડ્રાઈવર પપ્પારામ માનારામ જાટ, નરેન્દ્ર જાટ, ફારૂક ઇબ્રાહિમ અને અન્ય એક 25 વર્ષીય અજાણ્યા યુવકની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details