વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ - વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી એક પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ (Vadodara plastic company a huge fire) ફાટી નીકળી હતી. આગ લાગતા જ નજીકના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જો કે ફાયર વિભાગને બનાવની જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દિધી હતી. કંપનીમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગ કાબુ બહાર જઈ રહી છે. જોકે હાલ તબક્કે આ મેજર કોલ જાહેર કરાયો નથી. પરંતુ જરૂર પડ્તા આગને ધ્યાને લઈ આગળ કામગીરી કરવામાં આવશે. આગનો મેજર કોલ જાહેર થાય તેવી સ્થિતિ હાલ તબક્કે જોવા મળી રહી છે.