ખેડાના મહુધાની SBI બેન્કમાં લાગી ભીષણ આગ, ફર્નિચર સહિતની સામગ્રી બળીને ખાક - Kheda
ખેડાઃ જિલ્લાના મહુધા શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગને પગલે ફર્નિચર સહિતની સામગ્રી બળીને ખાક થઇ ગઇ હતી. ખેડા જિલ્લાના તાલુકા મથક મહુધા શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં શનિવારે સવારે અચાનક આગ લાગ લાગી હતી. આગ લાગવાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. ઘટના અંગે મહુધા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.