વાગરાના સાયખા ખાતે આવેલી જય કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ - ભરૂચ
ભરૂચ : વાગરાની સાયખા GIDCમાં આવેલી અને કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે કંપનીમાં કામ કરી રહેલા કામદારો બહાર નીકળી આવ્યા હતા. ધુમાડાના ગોટે ગોટા નજરે ચઢતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની ગંભીરતા સમજી આસપાસની કંપનીઓ અને દહેજ ડી.પી.એમ.સી.ખાતેથી 7 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ પાણીનો મારો ચલાવી 2થી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.