શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે જંગી બાઈક રેલી યોજાઈ - હિન્દુ યુવક મંડળ
વડોદરા: શ્રી છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણે જન્મ જ્યંતીની ઉજવણી અંતર્ગત હિન્દુ યુવક મંડળ દ્વારા ડભોઈ રોડ ભારત માતાના મંદિરેથી જંગી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પાલિકાના શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, સનત પંડ્યા, અગ્રણી જીગ્નેશ જોષી, સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો ધજા પતાકા, સાથે રેલીમાં જોડાયા હતા.આ સાથે યુવકોએ CAA કાયદાનું સમર્થન કરી ઉત્સાહભેર શિવાજી મહારાજની જન્મ જ્યંતિની ઉજવણી કરી હતી.