રાજકોટ યાર્ડની હડતાળનો સુખદ અંત, કપાસની હરાજી શરૂ - Rajkot Marketing Yard news
રાજકોટઃ શહેરની માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર હતા, ત્યારે આજે યાર્ડના સત્તાધીશો દ્વારા હડતાળ મામલે મધ્યસ્થી કરવામાં આવતા હડતાળ મામલે સુખદ અંત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યાર્ડમાં નિયમ પ્રમાણે મજૂરોને દર ત્રણ વર્ષે મજૂરીમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે કપાસના પાકમાં જોઈએ એટલી આવક ન હોય અને ચાલુ વર્ષે મજૂરીમાં વધારો થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને હડતાળનો નિર્ણય લીધો હતો. જો કે, યાર્ડના સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષે 10 ટકા મજૂરી નહીં વધારવામાં આવતા વર્ષે મજૂરી વધારવાની ખાત્રી આપતા સુખદ હડતાળનું સુખદ અંત આવ્યો હતો.