પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં લાયકાતનાં ખોટા પ્રમાણપત્રો રજૂ કરતા ફરિયાદ નોંધાઇ - Health Department
પોરબંદર : જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કમલેશ માલદે ડાકીએ ટેકનોગ્લોબલ યુનિવર્સિટી શિલોંગનાં ડિપ્લોમાં ઇન હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેકટરની લાયકાતનાં ખોટાં પ્રમાણપત્રો બનાવી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે મલ્ટીપરપજ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટાં પ્રમાણપત્રોનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નોકરી મેળવી ગુન્હો કર્યા બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ડૉ.પિયુષ છગનભાઇ વાજાએ ફરિયાદ નોંધાવી છે.