મેરી ક્રિસમસ : જામનગરમાં 40 કિલોની ક્રિસમસ કેક બની આકર્ષણનું કેન્દ્ર - જામનગરમાં 40 કિલોની અદભુત કેક
જામનગર : શહેરમાં આયુર્વેદિક રોડ પર એક બેકરીના માલિકે 18 કલાકની મહેતન બાદ 40 કિલોની અદભુત કેક બનાવી છે. આ કેક કુલ પાંચ લોકોએ બનાવી છે. જ્યારે ક્રિસમસ આવતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના દરિમયાન મોટાભાગના તહેવારો લોકોએ ઉજવ્યા નથી. જોકે, જામનગરમાં કોરોનાકાળ બાદ સૌથી મોટી કેક બનાવવામાં આવી છે.એક કોર્પોરેટર કંપની દ્વારા આ કેક મંગાવવામાં આવી છે. જેના કારણે કેક સૌનું આકર્ષણનું કેન્દ્ર બની છે.