પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં 24 કલાક કોરોના ટેસ્ટ ચાલુ રાખવા માગ કરાઈ - covid Hospital in Porbandar
પોરબંદરઃ મુખ્યપ્રધાન રૂપાણીએ લોકોને વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરવા પ્રેરિત કરવા માટે એક વીડિયોમાં જાતે ટેસ્ટ કરાવ્યો હતો. લોકો કોરોના ટેસ્ટ માટે જાગૃત થાય તે માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બપોરે 2 કલાક બાદ કોરોના ટેસ્ટ કરવામાં ન આવતા નથી. કદાચ કોરોના પોઝિટિવ હોય અને જો 2 કલાક બાદ ટેસ્ટ ન કરવામાં આવે અને બીજા દિવસે પોઝિટિવ નીકળે તો અનેક લોકોને સંક્રમિત કરી શકે છે. જે કારણે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં 24 કલાક કોરોના ટેસ્ટ શરૂ રાખવાની માગ સામજિક આગેવાન જીવન જુંગીએ કરી હતી.