વડોદરામાં હોમગાર્ડના જવાનો ફરજ ભૂલ્યા, વિસર્જનના બંદોબસ્તમાં જુગાર રમતા ઝડપાયા - security
વડોદરાઃ વડોદરા શહેરમાં ગણપતિ વીસર્જનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ હતું. કાયદો અને વ્યવસ્થા ધ્યાનમાં રાખી બહારથી પણ પોલીસ જવાન અને હોમગાર્ડ જવાનો બોલાવાયા હતાં. બંદોબસ્ત અર્થે વડોદરા શહેરમાં ગીર સોમનાથથી આવેલ હોમગાર્ડ જવાનો શહેરના નાઈટ સેલટરમાં રોકાયા હતાં. આ જગ્યાએ તેઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે છાપો મારી જુગાર રમતા હોમગાર્ડના જવાનોને રંગે હાથે ઝડપી લીધા હતાં. પોલીસે 7 જુગારીઓને પકડી તેમની પાસેથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ રૂપિયા મળી કુલ 33400નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.