રાજ્ય સરકારના નિર્ણયથી 600 એન્જીનીયરીંગ બેઠકો રદ, કોંગ્રેસનો વિરોધ અને ચીમકી - Bhavnagar
ભાવનગર : એન્જીનિયરિંગ કોલેજ સહિતની કોલેજોમાં બેઠકો રાજ્યમાં સરકારે રદ્દ કરી છે. જેમાં સૌથી વધુ બેઠકો ભાવનગરની 600 જેટલી છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફાયદો અપાવવાના નિર્ણય હોવાના આક્ષેપ સાથે રાજ્યપાલને પત્ર લખ્યો છે અને ભાવનગર પોલીટેક્નિક કોલેજ ખાતે વિરોધ કર્યો છે. નિર્ણય રદ્દ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઈજનેર કોલેજો અને પોલીટેકનિકોમાં વિવિધ ફેકલ્ટી બંધ કરવાના નિર્ણયથી ભાવનગર યુવા કોંગ્રેસના નેતા અને પ્રદેશ મહામંત્રીએ કોલેજ ખાતે વિરોધ કર્યો હતો અને રાજ્યપાલને પત્ર લખી નિર્ણય રદ કરવા માગ કરી છે.