ભરૂચ જિલ્લામાં કોરોનાને માત આપી વધુ 6 દર્દી સાજા થયા, હોસ્પિટલમાંથી અપાઇ રજા - હોસ્પિટલ માંથી રજા અપાઇ
ભરૂચઃ જિલ્લામાં કોરોનાને માત આપી વધુ 6 દર્દી સાજા થતા સ્પેશિયલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાંથી તાળીઓનાં અભિવાદન સાથે રજા આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ દર્દીઓ ઝડપથી સાજા પણ થઇ રહ્યા છે. મુંબઈથી બાયરોડ આવી દહેજથી શીપમાં જનાર ત્રણ વ્યક્તિ, અંકલેશ્વરનાં બે માતા પુત્ર અને અન્ય એક વ્યક્તિ સાજો થતા તેને રજા આપવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફે દર્દીઓને તાળીઓના અભિવાદન સાથે ઘરે રવાના કર્યા હતા.