મોરબીમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 142 - Corona Gujarat
મોરબીઃ જિલ્લામાં કોરોનાના વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં નવા 6 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 142 થઇ છે. નવા કેસમાં ટંકારાની હાટડી શેરીમાં 60 વર્ષીય મહિલા, મોરબીની પારેખ શેરીમાં 63 વર્ષીય પુરુષ, ધાંચી શેરીમાં 66 વર્ષીય પુરુષ અને 63 વર્ષીય મહિલા, જિલ્લાના મકનસર ગામે 26 વર્ષના યુવાન અને GIDC નજીક 50 વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વઘે નહીં તે માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.