ડભોઇના ખેતરમાંથી 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું - વન વિભાગ
વડોદરા: જિલ્લાના ડભોઇ તાલુકાના તળાવ પુરા ગામના ખેતરમાંથી અંદાજિત 6 ફૂટ લાંબો અજગર દેખાતા ખેતર માલિકે એનિમલ રેસ્કયુ ટ્રસ્ટને જાણ કરી હતી. એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. એનિમલ રેસ્ક્યુ ટીમ સાથે મળીને અજગરને ખેતરમાંથી પકડી પાડયો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.