જૂજવાં ગામે બાઈક ચાલક ઉપર પીપળાનું વૃક્ષ પડતા 2 બાળકો સહિત 4 ઈજાગ્રસ્ત - વલસાડમાં અકસ્માતની ઘટના
વલસાડઃ વલસાડના ઊંટડી ગામે રહેતા વિજયભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે બાઈક ઉપર સવાર થઈ અબ્રામા ખાતે તેમના સાસરે જૂજવાં થઈ આવી રહ્યા હતા. ત્યારે જૂજવા કુબેર રેસિડેન્સી નજીકથી માર્ગમાં તેમનું બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે નજીકમાં જ પીપળાના તોતિંગ વૃક્ષનો એક ભાગ બાઈક ઉપર પડતા પરિવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં વિજયભાઈ રાઠોડ, પત્ની લતાબેન રાઠોડ, 9 વર્ષીય પુત્રી કનીતા રાઠોડ અને પર્લ જીજ્ઞેશભાઈ રાઠોડને હાથ-પગ-પીઠ અને માથાના ભાગે ઈજાઓ થતા સારવાર માટે વલસાડની કસ્તુરબા હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા બાદ 108ને ફોન કરી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા.