મોરબીમાં આજે કોરોનાના 4 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા - મોરબીમાં કોરોનાની સંખ્યા
મોરબીઃ જિલ્લામાં સતત 4 દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા હતા, પરંતુ આજે એટલે કે સોમવારે જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત સોમવારે 4 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી તે તમામ 4 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 24 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 11 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ 11 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં 1 વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી હાલ જિલ્લામાં 12 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.