ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ધોધમાર 4 ઈંચ વરસાદ - વિસાવદર

By

Published : Sep 11, 2019, 6:03 AM IST

જૂનાગઢ: જિલ્લા પર મેઘરાજા જાણે કે પુષ્કળ હેત વરસાવવાના મૂળમાં હોય તેમ સતત અમી વર્ષા થઈ રહી છે. આજે મંગળવારે જિલ્લાના વિસાવદરમાં ધોધમાર 4 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વિસાવદર શહેર અને આસપાસના પંથકમાં ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું હતું. એક કલાકની અંદર વિસાવદર શહેર અને તાલુકામાં ધોધમાર 4 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેને લઇને હવે ખેડૂતો પણ મેઘરાજાને ખમૈયા કરવા માટે વિનવણી કરતાં જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details