જામનગરના 28 યાત્રાળુઓ ચેન્નઈમાં ફસાયા - ચેન્નઈ
જામનગર : ગત 17મી તારીખે દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા 28 યાત્રાળુઓ ચેન્નઈમાં ફસાયા છે. આ યાત્રાળુઓમાં મોટાભાગના સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. જેમાં તેઓને રહેવાની સુવિધા તો છે, પરંતુ જમવાની સુવિધા નથી. તેઓ હાલમાં લોહાણા સમાજની વાડીમાં આશરો મેળવ્યો છે. જેમાં આ 28 યાત્રાળુઓએ મદદ માટે વહીવટી તંત્રને અપીલ કરી હતી.