નર્મદા ડેમના 25 દરવાજા ખોલાયા, જુઓ અદભૂત નજારો - Dam
કેવડીયા: નર્મદા ડેમના દરવાજા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે. ઉપરવાસની જળ સપાટી 131 મીટરે પહોંચી જતા અને તેના જળ સ્તરમાં વધારો થતા મોડી રાત્રે 1.30 કલાકે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. જ્યારે આજે વહેલી સવારે કુલ 25 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીકાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.