વડાલીના માલપુરના 20 બાળલગ્ન અટકાવાયા, 20 વરરાજા લીલા તોરણે પરત ફર્યાં - sabarkarha
વડાલીઃ સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુર ગામે બાળલગ્ન વિરોધી ટીમે દરોડો પાડી એક સમૂહલગ્નમાં 20 બાળલગ્ન અટકાવ્યાં છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઘટના ટોકઓફ ટાઉન બની છે. આજે વડાલી તાલુકાના ઠાકોર સમાજનો 5મો લગ્નસમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં કુલ 31 યુવક-યુવતીઓના લગ્ન થવાના હતા. જેમાંથી 20 જોડકાની ઉમર જરૂરિયાત કરતા ઓછી હતી. જેથી બાળલગ્ન થવાની નનામી અરજીને લઇ જિલ્લા અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. આ સમૂહલગ્નમાંથી 20 છોકરીઓની ઉંમર નાની હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે બાળલગ્ન વિરોધી ટીમ પોલીસ સાથે આવી તપાસ કરતા સમગ્ર મામલો ગરમાયો હતો. તેમજ 20 વરરાજાઓ લીલા તોરણે પરત ફર્યાં હતાં. જેમાં સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયા સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર હતા. જોકે સમૂહલગ્ન અટકાવતા ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જોકે લગ્ન ન થતાં 20 વરરાજા જાન પરત લઇ ગયા હતા. મહત્વનું છે કે, આ સમૂહલગ્નમાં ગુજરાતી અભિનેતા અને ઈડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા પણ હાજર હતાં. આ સિવાય બીજા અનેક નેતાઓની હાજરીમાં આ સમૂહલગ્ન યોજવામાં આવી રહ્યાં હતાં. જોકે, બાળલગ્ન થવાની નનામી અરજીને લઇ જિલ્લા અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને લગ્ન અટકાવ્યાં હતાં.
Last Updated : May 7, 2019, 8:13 PM IST