તંત્રની પોલી ખુલી: ભરૂચના ગાંધીબજારમાં વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટરમાં 1 બાળકી સહિત 2 લોકો ખાબક્યા - gandhi bazar bharuch
ભરૂચ: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા વિવિધ વિસ્તારોમાં તંત્રની પોલ ખુલી રહી છે. ભરૂચના ગાંધીબજારમાં વરસાદી પાણી અને ખુલ્લી ગટરમાં એક બાળકી સહિત બે વ્યકિત ખાબક્યા હતા. સ્થાનિકોએ આ બંનેનો જીવ બચાવ્યો હતો. ભરૂચમાં એક દુકાનપરથી ખરીદી કરી પરત જઈ રહેલી બાળકીને વરસાદી પાણી વચ્ચે ખુલ્લી ગટર નજરે ન પડતા તે ગટરમાં ખાબકી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. શહેરમાં સાયકલ સવાર વ્યક્તિ પણ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. ભરૂચમાં વરસાદ પડતા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી લોકો માગ કરી રહ્યાં છે.