ભરૂચમાં 160 વર્ષ જૂના સિદ્ધિવિનાયક મંદિરના કરો દર્શન
ભરૂચઃ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલા ભગવાન ગણેશનું સિદ્ધિવિનાય મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. મુંબઈના દાદરમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ ભરૂચના સિધ્ધીવિનાયક ગણેશ મંદિરનું પણ છે. અહીં જમણી સૂંઢ ધરાવતા ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન છે. 160 વર્ષ જૂના મંદિરે તાજેતરમાં જ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ મંદિરે ચોથ તેમજ મંગળવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ છે. ભગવાન સિદ્ધિવિનાયકની ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા પણ છે, ત્યારે ભરૂચનું સિદ્ધિ વિનાયક મંદિર શ્રીજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે.