રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ 100 લોકોનું ટોળું ઘસી આવ્યું - Justice
રાજકોટઃ રાજકોટમાં થોડા દિવસો અગાઉ સંતકબીર રોડ પરથી એક સગીરનું અપહરણ થયું હતું. જે અંગેની શહેરના થોરાલા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તેમજ સગીરાના પરિજનો દ્વારા આરોપીનું નામ પણ નોંધાવામાં આવ્યું છે. પરિજનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ કે અન્ય કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને આજે રાજકોટ સહિત જિલ્લાના 100 જેટલા કોળી સમાજના આગેવાનો પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને રજુઆત માટે દોડી આવ્યા હતા. તેમજ તેઓએ માંગણી કરી હતી કે તેમના સમાજની સગીર દીકરીને વહેલી તકે પોલીસ શોધી આપે તેમજ આ સમગ્ર કેસ રાજકોટ ક્રાઇમ બ્રાંન્ચને સોંપવામાં આવે. આ સાથે જ દીકરીના પરિજનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેમના દ્વારા આંદોલન પણ કરવામાં આવશે.