મોરારીબાપુના શ્રોતા દ્વારા કોરોના માટે મોટું અનુદાન - અમરેલી મોરારીબાપુના એક શ્રોતા
અમરેલી: મોરારી બાપુના એક શ્રોતાએ કોરોનાને લઈ રૂપિયા 1 કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યું હતું. લંડનના રહેવાસી રમેશભાઈ સચદેવ નામના વ્યક્તિએ રાષ્ટ્રપર સ્વાસ્થનું સંકટ હોવાના કારણે દાન કર્યું હતું. મોરારીબાપુએ રાજુલાના રામપરા કાર્યક્રમમાં પ્રવચન દરમિયાન તેમણે અનુદાનની જાહેરાત કરી હતી. રમેશભાઈ સચદેવ લંડનના બિઝનેસમેન છે, જેમના દ્વારા ઘણી સેવાકીય સંસ્થાઓ ચલાવવામાં આવે છે.