Space for ST Depot : નવસારીના ગણદેવીમાં જૂની મામલતદાર કચેરીની જગ્યાએ એસટી ડેપો બનાવવા રજૂઆત - Space for ST Depot
નવસારીનાગણદેવીમાં રોજના આસપાસના ગામડાઓમાંથી હજારો લોકો બજારોમાં ખરીદી અર્થે આવતા હોય છે. નવસારી, બીલીમોરા, ચીખલી, અમલસાડ સહિતના ગામડાઓને જોડતા ગણદેવીમાં( Navsari Gandevi Municipality )વર્ષો વિત્યા બાદ પણ એસટી બસનો ડેપો સાકાર થઈ શક્યો નથી. ગણદેવીના આગેવાનોની વર્ષોથી ડેપોની માંગ (Space for ST Depot )સંતોષાતી નથી. જેનું કારણ પાલિકા પાસે યોગ્ય જગ્યાનો અભાવ છે. પરંતુ વર્ષોથી જ્યાં ગણદેવીનું બસ સ્ટેન્ડ આવ્યુ છે. જૂની મામલતદાર કચેરીનું ગાયકવાડી સમયનું મકાન જર્જર અવસ્થામાં પડયું છે. એ પરિસરમાં તાલુકા તિજોરી કચેરી કાર્યરત છે અને જર્જર મકાનમાં પોલીસ વિભાગની ગડત બીટ કાર્યરત છે. જેથી બિનઉપયોગી થયેલા જુના મકાનની જગ્યાએ ગણદેવી એસટી ડેપો(Ganadevi bus stand ) માટે જગ્યા ફાળવવામાં આવે એવી માંગણી ગણદેવી નગરપાલિકાના પ્રમુખ સહિત શહેર આગેવાનોએ ગત મહેસુલ મેળામાં રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીને કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST