બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા અને અન્ય સિતારાઓ અહીં દેખાયાં - સિદ્ધિવિનાયક મંદિર
મુંબઈમાં ફિલ્મી સિતારાઓનું જાહેરમાં દેખાવું લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. સોમવારે મુંબઈના વિવિધ વિસ્તારોમાં સિતારાઓની હલચલ જોવા મળી હતી. બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન 22 માર્ચે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળી હતી. અભિનેતા કૃણાલ કપૂર મુંબઈના અંધેરી વિસ્તારમાં ટી-સિરીઝની ઓફિસની બહાર દેખાયો હતો. અભિનેત્રી મલાઈકા અરોરાને બાન્દ્રામાં દિવા યોગ સ્ટુડિયોની બહાર ફોટોગ્રાફરોએ કેમેરામાં ઝડપી લીધી હતી. સિંગર ધ્વનિ ભાનુશાળીએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. ધ્વનિએ 22 માર્ચે પોતાના 23માં જન્મદિવસ નિમિત્તે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે પરિવારસહ મંદિરે દર્શન માટે ગઈ હતી.